It’s worst
No one is weaker than you
When you can’t stand for you even if you are right.
scribbleso_me
published writer
-
scribbleso_me 54w
-
scribbleso_me 54w
બહુ વખત પછી કંઇક લખવાનો પ્રયત્ન કર્યો છે . મંતવ્યો ની રાહ છે.
@gpdoriya @duskey @kermech21 #life #inspiration #friendship #love #poetry #thoughts #diaryકેમ કહું?
તું પૂછે મને કોણ છું હું તારી
જરા મારા હૃદય ના દરવાજે આવી જો
મારી ધડકન માં જો તારો શ્વાસ આવે
એ હૃદય છું હું.
પૂછે મને જરા શું કામ ચાહું તને!?
જરા તું આવ ઘડી બે ઘડી ને બેસ મારી બાજુ માં
નિરાંત પામી દે મારી આંખો જરા
તારા રૂપ થી અંજાયેલી ને તારા સ્નેહ થી ભીંજાયેલી
એક જોગણ છું .
તું પૂછે મને જરા
કોણ છું હું ?
કેમ કહું તને
તારી સ્મૃતિ માં સંતાયેલી એક સ્નેહી છું.
©scribbleso_me -
scribbleso_me 54w
इंसान जीतकर भी हार जाता है
जब खुद को संभालते संभालते
खुद का जमीर खो बैठता है ।
©scribbleso_me -
scribbleso_me 56w
Loved one leaves
Love stays❤ -
scribbleso_me 59w
❤
There's a reason of god behind sending each person of our life.
If you can't find a single reason in their absence that why that person should be part of your life ? Then he/she never meant to be with you
©scribbleso_me -
scribbleso_me 68w
I don't look out for the white bearded man
to fulfill my all wishes once in a year....!!
There is a man who is granting every wish of me since my birth .
He is my father ❤️
He my santa -
scribbleso_me 68w
Sometimes ,
God will put you in the perfect situation you asked for just to make you realise that this is still not what you desirably want.Crave for satisfaction because desires always have tendency to change .
©scribbleso_me -
scribbleso_me 72w
If you haven't loved once in a lifetime
You have not done anything.
©scribbleso_me -
scribbleso_me 73w
And your biggest regrets are those feelings
Who felt by u both
But remained unspoken ❤️
©scribbleso_me -
scribbleso_me 73w
प्यार और आंसू की जरूर डील होगी
क्योंकि जहां प्यार होता है
वहा आंसू छलक ही जाते है।
-
Poetry is that threshold
Where emotions meet words
Opening up a world of rhythm
©monikakapur -
kermech21 100w
#818 #garvigujarat
આજે કંઈક એવું થયું કે એક સંવેદનનો આભાસ થયો, એક લાગણી, એક કાળજી! ધૂંધળી નહીં, એકદમ સ્પષ્ટ! કદાચ, પહેલી વાર! અને, મારું મન કહી ઉઠ્યું...
ખરેખર કોઈ શમણાં તો નથી ને
કે મારી કોઈ ભ્રમણા તો નથી ને
(કે, કોઈ સપનું અથવા ભ્રમ તો નથી ને)
કોણ ખળખળ વહી ગયું મુજમાં
રણમાં કોઈ ઝરણાં તો નથી ને
(એક જણ મારી અંદર વહી ગયું! હું તપતી બપોર, રણ સમો વેરાન અને તે ઝરણું બની ને મને ભીંજવી ગઈ!)
ખોળુ હું તારી સુગંધ એવી રીતે
મારામાં કોઈ હરણાં તો નથી ને
(જાણે હું જેને હરણની જેમ અહીં તહીં શોધતો હતો, તે કસ્તૂરી તું તો મારી ભીતર માં જ હતી)
બસ એક પળ માટે જ તું મળે ને
એ એક પળ હમણાં તો નથી ને
(વાતો તારી સાંભળી થયું કે બસ એક પળ માટે પણ મળ અને તે એક પળ હમણાં જ મળે!)સંવેદન
ખરેખર કોઈ શમણાં તો નથી ને
કે મારી કોઈ ભ્રમણા તો નથી ને
કોણ ખળખળ વહી ગયું મુજમાં
રણમાં કોઈ ઝરણાં તો નથી ને
ખોળુ હું તારી સુગંધ એવી રીતે
મારામાં કોઈ હરણાં તો નથી ને
બસ એક પળ માટે જ તું મળે ને
એ એક પળ હમણાં તો નથી ને
©kermech21 -
kermech21 99w
#828 #garvigujarat #muntazir
20.05.2019 19:00
વાખવું = બંધ કરી લેવું
સ્વચ્છંદ = પોતાની મરજી પ્રમાણે નું
સ્નેહ = પ્રેમ
ઇજાજત = મંજૂરી
પાખવું = સમજવું
મુંતઝીર = રાહ જોનાર (તખલ્લુસ)
ઇંતજાર = રાહ, વાટ
સાંખવું = સહન કરવુંબોલ ને...
આંજીને આંખોમાં મારી રાખી લઉં તને?
મને મૂકીને તારા માં પછી વાખી લઉં તને?
તું ગગન માં વિહરતો સ્વચ્છંદ ચાંદ છે,
હું સ્નેહ નું વાદળ બનીને ઢાંકી લઉં તને?
ઇજાજત જો હોય તો જામ ઢોળી દઈને,
ને ખાલી પ્યાલા માં ભરી રાખી લઉં તને?
બાગમાં સંતાય રહે છે ફૂલોની આડમાં,
નજર જરા મળાવે તો પાખી લઉં તને?
સામી હદે જો તું મળવાની જ હોય તો,
મુંતઝીર થઈ ઇંતજારમાં સાંખી લઉં તને?
©kermech21 -
kermech21 95w
#840 #garvigujarat #muntazir
20.06.2019 22:35
જો કોઈ અકારણ જ હોંઠો ને સ્મિત આપી જાય તો વિચારવું...વિચારજો...
પ્રેમ જો થવા કરતાં કરવો પડે તો વિચારજો
સંબંધ જો અવરોધ બની નડે તો વિચારજો
વાતો તો ચાંદ તારા તોડી લાવવાની થશે પણ
કોઈ સ્મિત બની ને આવી ચડે તો વિચારજો
શમણાંઓ માં શમણું એક અને તે પણ એનું
હકીકત બની ને જો રસ્તે જડે તો વિચારજો
કહે છે કે એકલાં જ ઝઝૂમવું પડે છે જગમાં
પણ કોઈ તમારી તરફથી લડે તો વિચારજો
ફકત કહેવા ખાતર કહી દેવા વાળા ઘણાં છે
પણ જો સાચો મુંતઝીર મળે તો વિચારજો
©kermech21 -
kermech21 93w
#845 #garvigujarat #muntazir
30.06.2019 13:05
Hindi translation is lame...not rhyming....but I couldn't do better than this....sorry...
Kaise samjaau tumhe?
Nirdosh ek ehsaas hai kaise samjaau tumhe
Dil me tu khaas hai kaise samjaau tumhe
Chhune se hi sirf nhi hota pyaar ka izhaar
Tarike aur bhi hote hai kaise samjaau tumhe
Paa lena yeh shaayad pyaar ho skta hai pr
Mai sirf mehsus krna chahta hu kaise samjaau tumhe
Hansi, gussa, aashcharya ya fir tere nakhre saare
Sab kutch mujhe psnd hai, kaise samjaau tumhe
Muntazir dhundh rha hai raaste me yaha waha tumhe
Bhatak rahaa har disha me, kaise samjaau tumheકેમ સમજાવું?
નિર્દોષ લાગણી છે એક કેમ કરી સમજાવું તને
દિલમાં તું ઉતરી છે છેક કેમ કરી સમજાવું તને
સ્પર્શથી જ કંઈ અભિવ્યક્ત નથી પ્રેમ બધે
રીતો બીજી છે અનેક કેમ કરી સમજાવું તને
પામી લેવું એ વ્યાખ્યા હોઈ શકે પ્રેમની પણ
તને માણી લેવાની છે ટેક કેમ કરી સમજાવું તને
સ્મિત, ગુસ્સો, વિસ્મય કે પછી નટખટ નખરાં
ગમે છે તારી અદા દરેક કેમ કરી સમજાવું તને
મુંતઝીર શોધી રહ્યો તને રસ્તામાં બધે આમતેમ
ભટક્યો દિશાઓ પ્રત્યેક કેમ કરી સમજાવું તને
©kermech21 -
નથી...
એવું પણ નથી કે તને ખબર નથી!
કે પછી મારી લાગણીમાં અસર નથી!
મળશે નહીં મને એ વાત માની લઉં?
અફવાઓની અહીં કોઈ કસર નથી!
જે પીસાય રહ્યું છે ભીતર ભીતર,
તે જોઈ શકે એવી કોઈ નજર નથી!
હું શબ્દનો હાથ ઝાલી લઉં તો પણ,
શબ્દોની જાણે કે કોઈ કદર નથી!
મુંતઝીર ઊભો છે ખુદની લાશ લઈને,
ને સ્મશાનમાં ખાલી કોઈ કબર નથી!
©kermech21 -
એમ પણ બની શકે
વાતમાં કંઈ ન હોય એમ પણ બની શકે
ઈશ્વર અહીં ન હોય એમ પણ બની શકે
હું આખી જીંદગી જ્યાં શોધ્યા કર્યો તને
તું જ તહીં ન હોય એમ પણ બની શકે
સૂણ્યુ છે કે એ નદી સાવ સૂકાઈ ગઈ છે
લાગણી રહી ન હોય એમ પણ બની શકે
ફક્ત અવશેષો બચ્યાં છે હવે શ્વાસોનાં
હવા જ રહી ન હોય એમ પણ બની શકે
તે હવે નહીં જ આવે એ વાત મુંતઝીરને
કોઈએ કહી ન હોય એમ પણ બની શકે
©kermech21 -
જેમ વર્ષા ની વાટ માં એ મોરલો મૂંઝાય છે,
"ખોટ વર્તાય છે."
જેમ આશા સમી પાંપણ થી પ્રીત શોધાય છે,
"ખોટ વર્તાય છે."
જ્યારે મિત્રતા ની મીઠાશ માં સ્વાર્થ અથડાય છે,
"ખોટ વર્તાય છે."
જ્યારે દોટ મૂકતા પગલાં જીલતી એ માં દૂર થાય છે,
"ખોટ વર્તાય છે."
જ્યારે પપ્પા વિના પગલું ભરતું એ મન ગભરાય છે,
"ખોટ વર્તાય છે."
જ્યારે પારકા ને પોતા નું મૂલ અંકાય છે,
"ખોટ વર્તાય છે."
જ્યારે એકલતા ના અંતની વાટ જોવાય છે,
"ખોટ વર્તાય છે."
જ્યારે વિશ્વાસ ની પાળ વિના પ્રેમ બંધાય છે,
"ખોટ વર્તાય છે."
ને ખોટને જ્યારે એ ખોટ ખુંચાય છે,
હૈયા ને ત્યારે એ "ખોટ વર્તાય છે."
©spreadthewings -
rmgajera 59w
અટલ
નાજુક હોય જો ઈરાદાઓ તો પરીસ્થીતી નો જ દોષ દેખાય,
બાકી મક્કમ મન ના કર્મીઓ તો નસીબને પણ મરોડતાં હોય છે!
©rmgajera -
Never be desperate for three things in your life ...
1) Girl (if you are a boy)(Treat them like a human being not as some heavenly object).
2) Attention
3) Reverence
©rebellious_divyank
