શું દાટ્યું છે જૂનાગઢમાં :
નહિ સમજાય એને કે છે શું દાટ્યું જૂનાગઢમાં,
કે જેણે ધાવણ છઠ્ઠી નું નથી ચાટ્યું જૂનાગઢ માં.
પીસાતી સિંગના સોડમ ભરાય છાતીના ષઠમાં,
ને દોડે મનની હોડી કે હાશ આવ્યા જૂનાગઢમાં.
છઠ્ઠીએ ગણેશની કહે મહાદેવ ઉમા દુધને કઢમાં,
રાખ્યો છે મેં ચોમાસાનો ભરીને ડેમ જૂનાગઢમાં.
કહે રાધા કાનને કુંડદામો ખોદવા નકશા પઢમાં,
સર્વશ્રેષ્ઠ દેવભૂમિ છે ક્યાંય સિવાય જૂનાગઢમાં.
ગણાવિશ યાદી લાંબી તો કહેશો કે મને વઢ માં,
ન પૂછતા મને હવેથી કે છે શું દાટ્યું જૂનાગઢમાં.
નહિ સમજાય એને કે છે શું દાટ્યું જૂનાગઢમાં,
કે જેણે ધાવણ છઠ્ઠી નું નથી ચાટ્યું જૂનાગઢ માં.
©the_king_of_ocean