kermech21

#obstinate #optimistic #omnific thoda sa dil mera bura hai thoda bhala hai seene mein...

Grid View
List View
Reposts
 • kermech21 24w

  મળશે

  શોધી શોધીને જો ને હવે કોની ખબર મળશે
  તારાં જ ઘર માં ક્યાંક તને તારી કબર મળશે

  કરગરી લે કે પછી કર કોશિશ છીનવવા ની
  તારાં મરણ પછી જ તને સાચી કદર મળશે

  રણ બની ને જીવવું કંઈ આસાન નથી મિત્રો
  મારી અંદર તમને મૃગજળ ની અસર મળશે

  બધે બધું મેળવી લીધાં પછી હિસાબ કરજે
  જીવન ના ગણિત માં ચોક્કસ કસર મળશે

  શીખ્યો છું સફરમાં સતત ચાલતાં રહેવાનું
  કે "મુંતઝીર" ને ક્યારેક તો હમસફર મળશે

  ©kermech21

 • kermech21 27w

  #874 #muntazir 04.06.2021

  हिजाबों = veil
  सहरा = desert
  कैफियत = condition, situation
  सराबों = mirage
  मुंतजिर = the one who waits, pen name
  सान-ए-अज़ल = creator of eternity, God

  Just a Try...

  मुस-तफ़-इ-लुन(2212) मुसतफ़इलुन
  २२१२ २२१२ २२१२ २

  चेह/रा/ छु/पा/ लों/ तुम/ हि/जा/बों/ की/ तो/ मा/नो/
  तुम/सा/ न/हीं/ को/ई/ गु/ला/बों/ की/ तो/ मा/नो/

  को/ई/ ब/ता/एं/ क्या/ सह/रा/ की/ कै/फि/यत/ को/
  उस/ने/ न/हीं/ कहा/ पर/ स/रा/बों/ की/ तो/ मा/नो/

  आँ/खें/ न/शी/ली/ तुम/ लि/ए/ फिर/ती/ हो/ याँ/ क्यों/
  मे/री/ न/ मा/नो/ पर/ श/रा/बों/ की/ तो/ मा/नो/

  ये/ बा/त/ सच/ है/ इश्/क़/ धो/खा/ है/ स/ही/ है/
  मैं/ दिल/ज/ला/ हूं/ गर/ कि/ता/बों/ की/ तो/ मा/नो/

  सौ/ सौ/ स/दि/यों/ से/ ति/रा/ ही/ मुं/त/जिर/ हूं/
  सा/न-ए/-अ/ज़ल/ के/ इन/ हि/सा/बों/ की/ तो/ मा/नो/

  Read More

  ग़ज़ल

  चेहरा छुपा लों तुम हिजाबों की तो मानो
  तुमसा नहीं कोई गुलाबों की तो मानो

  कोई बताएं क्या सहरा की कैफियत को
  उसने नहीं कहा पर सराबों की तो मानो

  आँखें नशीली तुम लिए फिरती हो याँ क्यों
  मेरी न मानो पर शराबों की तो मानो

  ये बात सच है इश्क़ धोखा है सही है
  मैं दिलजला हूं गर किताबों की तो मानो

  सौ सौ सदियों से तिरा ही मुंतजिर हूं
  सान-ए-अज़ल के इन हिसाबों की तो मानो

  ©kermech21

 • kermech21 27w

  #873 #muntazir ��

  मिसरा-ए-उला = first line of ghazal
  मिसरा-ऐ-सानी = second line of ghazal
  जाम = reply of wine
  सागर = cup of wine
  हर्फ दर हर्फ = word by word
  सरापा = from head to leg
  रफ़्ता रफ़्ता = slowly slowly
  सू-ए-अज़ल = towards eternity
  लाफ़ानी = immortal
  बाद-ए-सबा = breeze of morning
  काफ़िया = rhythmic word of ghazal
  मध्धम = moderate
  बादबानी = sail or related to that, a kind of wave
  रदीफ = the word which repeated in every line of ghazal
  पेच-ओ-ख़म = difficulties
  रवानी = speed
  मुंतज़िर = the one who waits, pen name
  मुक़म्मिल = to make complete
  मक़्ता = last couplet of ghazal
  बोसा = kiss
  इशरत-ए-फ़ानी = mortal pleasure

  Read More

  ग़ज़ल

  आँखें मिसरा-ए-उला है और होंठ मिसरा-ए-सानी है
  जाम नहीं सागर भी नहीं एक ग़ज़ल उसकी जवानी है

  हर्फ दर हर्फ सरापा पढ़ रहा हूँ उसे मैं यूं रफ़्ता रफ़्ता
  सू-ए-अज़ल है जैसे ये सफर और बंदा भी लाफ़ानी है

  बाद-ए-सबा महक रही है खूब काफ़िया बना हो जैसे
  साँसों से उनकी टकराकर मध्धम बिखरी बादबानी है

  खुली झुल्फों को बांध लो ग़ज़ल की रदीफ की तरह
  पेच-ओ-ख़म न हो ग़र तो हाथों में बढ़ जाती रवानी है

  "मुंतज़िर" हूँ कबसे मुक़म्मिल कर ही दूं तुझे ए ग़ज़ल
  मक़्ता है पाँव तिरे और मिरा बोसा इशरत-ए-फ़ानी है
  ©kermech21

 • kermech21 27w

  #872 #muntazir ��
  28.05.2021

  हुश्न-ए-खास = one with special beauty
  शबाबों = youth (here beauty)
  रौनक-ए-गुलज़ार = proud of garden
  तसव्वुर = imagination
  खयालात = thought
  लफ़्ज़-गरी = creation of word
  इन्तिज़ार = wait
  मुंतज़िर = the one who waits (pen name)
  हिजाबों = veil

  Read More

  ग़ज़ल

  हुश्न-ए-खास हो तुम जो शबाबों में नहीं है
  रौनक-ए-गुलज़ार हो जो गुलाबों में नहीं है

  तसव्वुर करूं मैं क्या, क्या खयालात करूं
  तिरे जलवों का बयां तो ख़्वाबों में नहीं है

  एक बार डूबा था मैं उन मस्त निगाहों में
  लज्जत-ए- जिंदगी वो शराबों में नहीं है

  तारीफ़-ए-यार में लिखूं तो लिखूं भी क्या
  लफ़्ज़-गरी मगर कोई किताबों में नहीं है

  इन्तिज़ार मुंतज़िर का यूं खत्म हुआ जैसे
  वो आएं हैं आज और हिजाबों में नहीं है

  ©kermech21

 • kermech21 65w

  હવે...

  હદથી પણ વધારે આગળ વિસ્તરી જવું છે હવે
  દરિયો છું તો પણ નદીને જઈ મળી જવું છે હવે

  હમણાં વરસી જશે તું વાદળ બનીને મુજ પર
  હું પણ તો તપ્યો છું ખૂબ કે પલળી જવું છે હવે

  અમસ્તાંજ એમ થોડી હવા કહી દીધી હતી તને
  પાલવ પકડીને તારો મારે પણ વહી જવું છે હવે

  વાત તો એ પણ સાચી કે મારાં માં હું નથી હવે
  આ આયખું આખું તારા માં રહી જવું છે હવે

  બની ગયો "મુંતઝીર" ક્યારે રાહ જોતાં જોતાં
  નહીં મળે જો તું તો અહીં જ મરી જવું છે હવે

  ©kermech21

 • kermech21 66w

  #870 #muntazir
  29.08.2020 21.55

  ब-जाहिर = disclose to all
  कू- ए -यार = street of beloved
  बाद- ए -सब़ा = morning breeze
  मुख़्तलिफ़ = different
  मुंतज़िर = the one who waits (pet name)

  Read More

  बात

  बात उस बात की है जो मैंने कभी कही ही नहीं
  बात उस बात की है जो तूने कभी सुनी ही नहीं

  बात तो बात थी ब-जाहिर तो होनी ही थी मगर
  अफसोस कि बयां होते होते हमारी रही ही नहीं

  कू- ए -यार से चली फिर शहर शहर गली गली
  बाद- ए -सब़ा बन उडी यहाँ वहाँ रुकी ही नहीं

  मुख़्तलिफ़ थी शायद पर बेमतलब तो नहीं थी
  फिर भी जमाने ने कभी मिरी बात सुनी ही नहीं

  कहीं वो भी न बैठ जाए साथ "मुंतज़िर" के यहीं
  यही सोच हमनें कभी अपनी बात कही ही नहीं

  ©kermech21

 • kermech21 67w

  એમાં શું?

  તું આમ જો મને મળી પણ જાય તો એમાં શું?
  દિવસ પછી રાત ઢળી પણ જાય તો એમાં શું?

  જીંદગી વિતી ગઈ છે અહીં મૃગજળની શોધમાં,
  બીજું એક રણ છળી પણ જાય તો એમાં શું?

  આખરી નિશાની સમો તેના પત્ર હતો હાથમાં,
  મારી જ આગમાં તે બળી પણ જાય તો એમાં શું?

  હું અંધારું ઓઢીને બેઠો છું તને શું ખબર મિત્ર,
  આ રાત મને હવે ગળી પણ જાય તો એમાં શું?

  ચાલાકીની તો તેને પહેલેથી જ આવડત હતી,
  થોડી મક્કારી જો ભળી પણ જાય તો એમાં શું?

  મુકદ્દર "મુંતઝીર"નું રાહ જોવા સિવાય બીજું શું?
  મંઝિલે આવી રસ્તા વળી પણ જાય તો એમાં શું?

  ©kermech21

 • kermech21 71w

  તું!

  વ્યક્ત ન કરી શકાય એવો અહેસાસ છે તું
  નિર્જીવ પત્થર છું હું અને મારો શ્વાસ છે તું

  ભલે એકલો લાગું છું હું દુનિયાની ભીડમાં
  એકાંતમાં પણ સદા મારી આસપાસ છે તું

  અજાણ્યા રસ્તા ઉપર નીકળી તો પડ્યો છું
  મંઝીલ ભલે નથી પરંતુ સફર ખાસ છે તું

  જળ બને તો નદી છે ને ફૂલ બને તો ગુલાબ
  ચોતરફ વહેતી હવા છે એક સુવાસ છે તું

  ઇંતજારના અંતે મિલનની ક્ષણ પણ હશે
  લોકોને શું ખબર મુંતઝીરનો વિશ્વાસ છે તું

  ©kermech21

 • kermech21 102w

  #867 #anthology #muntazir

  Hey all...

  I am glad to inform about my first solo anthology in Gujarati language.

  Do order on Amazon for your copy

  https://www.amazon.in/dp/9389557712

  Thank you all for all your support ...

  - Kamlesh Khuman

  Read More

  .

  .

 • kermech21 113w

  #865 #garvigujarat #muntazir ��
  04.10.2019 22:30

  Read More

  ગઝલ

  પૂછી લઉં એવું ઘણી વાર થાય
  ચૂમી લઉં એવું ઘણી વાર થાય

  પી લઈને મદિરા તારી આંખોની
  ઝૂમી લઉં એવું ઘણી વાર થાય

  ધરા બનાવી તને ક્ષિતિજ પાસે
  ઝૂકી લઉં એવું ઘણી વાર થાય

  મળી જશે તું કદાચ આ પગદંડી
  ઘૂમી લઉં એવું ઘણી વાર થાય

  તું આવે સપનામાં તો રાત ઉધાર
  રૂડી લઉં એવું ઘણી વાર થાય

  વ્યાજ ભર્યું મુંતઝીરે તે મિલનની
  મૂડી લઉં એવું ઘણી વાર થાય

  ©kermech21